નવેમ્બર 8, 2026 10:33 એ એમ (AM)

printer

FSSAIએ તહેવારોમાં વિશેષ નિરીક્ષણ ઝુંબેશમાં 82 હજાર કરોડ રૂપીયાના ત્રણ હજાર 280 ટન પ્રતિબંધિત ખાદ્ય પદાર્થો જપ્ત કર્યા

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા- FSSAI એ તહેવારોમાં વિશેષ નિરીક્ષણ ઝુંબેશ દરમિયાન 3 હજાર 280 ટન પ્રતિબંધિત ખાદ્ય ઉત્પાદનો જપ્ત કર્યા. જપ્ત કરાયેલી વસ્તુઓમાં 82 કરોડ રૂપિયાની કિંમતના પનીર, ઘી, દૂધ અને મીઠાઈઓનો સમાવેશ થાય છે.

આ ઝુંબેશ હેઠળ 56 હજાર 400 થી વધુ દુકાનો અને ખાદ્ય વિક્રેતાઓને આવરી લેવાયા હતા. FSSAI એ ખાદ્ય સુરક્ષા ઉલ્લંઘન માટે 52 લાઇસન્સ રદ કર્યા છે અને 300 થી વધુ ખાદ્ય પેઢીઓ ને સીલ કરી દીધી છે.