નવેમ્બર 8, 2026 1:45 પી એમ(PM)

printer

ભારતીય કુસ્તીબાજ તાન્યાએ સેનેગલમાં ચાલી રહેલી 2026 ડાકાર યુથ ઓલિમ્પિક ગેમ્સમાં રજત ચંદ્રક જીત્યો

ભારતીય કુસ્તીબાજ તાન્યાએ સેનેગલમાં ચાલી રહેલી 2026 ડાકાર યુથ ઓલિમ્પિક ગેમ્સમાં રજત ચંદ્રક જીત્યો છે. મહિલા 75 કિલોગ્રામ બીચ રેસલિંગ સ્પર્ધાની ફાઇનલમાં તાન્યા ચીનની ઝાઓ મીન સામે 1-2થી હારી ગઈ. ફાઇનલ પહેલા તાન્યાએ તેની ચારેય મેચ જીતી હતી. ગ્રુપ સ્ટેજમાં, તેણીએ જર્મની અને ગ્રીસના કુસ્તીબાજોને હરાવ્યા જ્યારે ક્વાર્ટર ફાઇનલમાં એસ્ટોનિયાની મેરિલી વેસ્ટરને 4-1થી અને સેમિફાઇનલમાં અમેરિકાની માટિલ્ડા એન હ્રુબીને 3-1થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.