મધ્ય જાપાનમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપથી દુકાનોની બારીઓ તૂટી ગઈ હતી અને લોકો ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા હતા. આ દરમિયાન ઓછામાં ઓછા 22 લોકો ઘાયલ થયા હતા.
જાપાન હવામાન એજન્સી અનુસાર ભૂકંપની તીવ્રતા 5.7 માપવામાં આવી હતી, જ્યારે અમેરિકાની એજન્સીએ તેની તીવ્રતા 5.5 દર્શાવી હતી. ભૂકંપ બાદ હળવા આંચકા પણ અનુભવાયા હતા. ભૂકંપની સૌથી વધુ અસર આઈચી પ્રાંતમાં અનુભવાઈ હતી. તેનું કેન્દ્ર શિઝુઓકા પ્રાંતમાં હતું, જે જમીનથી લગભગ 40 કિલોમીટર નીચે હતું.
ભૂકંપની અસર હમામાત્સુ, ક્યોટો, નારા અને આસપાસના વિસ્તારોમાં પણ અનુભવાઈ હતી. જોકે ટોક્યોમાં તેના આંચકા અનુભવાયા ન હતા. જાપાન ભૂકંપ-સંવેદનશીલ ક્ષેત્રમાં આવે છે.