રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જળવાયુ પરિવર્તનની અસરોને ઘટાડવા મજબૂત પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આજે સાંજે નવી દિલ્હીમાં પર્યાવરણ અને આબોહવા ગતિશીલતા પરની પરિષદના સમાપન સત્રને સંબોધતા રાષ્ટ્રપતિએ આ મુજબ જણાવ્યું હતું.
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે,આબોહવા પરિવર્તન માનવ અસ્તિત્વના વિવિધ સ્તરોમાં અસંતુલનનું કારણ બની રહ્યું છે.
રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલની ભૂમિકા અંગે તેમણે કહ્યું કે, ટ્રિબ્યુનલે દેશમાં નદીઓ, હવાની ગુણવત્તા અને કચરા વ્યવસ્થાપન અંગે અસરકારક પાલન માળખું વિકસાવ્યું છે.
કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલ અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જસ્ટિસ બી.વી. નાગરત્ન સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.