સપ્ટેમ્બર 21, 2026 10:53 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આબોહવા પરિવર્તનની અસરોને ઘટાડવા નક્કર પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે, તાજેતરની કુદરતી આફતો સ્પષ્ટપણે દર્શાવે છે કે આબોહવા પરિવર્તનની અસરોને ઘટાડવા માટે નક્કર પગલાં લેવાની જરૂર છે.

નવી દિલ્હીમાં પર્યાવરણ અને આબોહવા ગતિશીલતાના ભવિષ્ય પરના પરિષદના સમાપન સત્રને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે આબોહવા પરિવર્તન માનવ જીવનના વિવિધ પાસાઓમાં અસંતુલન પેદા કરી રહ્યું છે, જેમાં જૈવવિવિધતા, પાણીની ઉપલબ્ધતા અને જમીન સંસાધનો શામેલ છે.

રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે, આબોહવા પરિવર્તન ખાદ્ય સુરક્ષા, આરોગ્ય અને આજીવિકાને પણ અસર કરી રહ્યું છે. તેમણે  જણાવ્યું કે સ્થાનિક અને પરંપરાગત જ્ઞાન આબોહવા પરિવર્તનની અસરોને સંબોધવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.