રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવશે. મંગળવારે તેઓ કેવડિયાના એકતા નગર ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કરશે.
બુધવારે, રાષ્ટ્રપતિ વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના 75મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. તેઓ બ્રહ્મા કુમારીઓના અભિયાન ‘વિશ્વ નવીકરણ માટે આધ્યાત્મિક જાગૃતિ’નો પણ પ્રારંભ કરશે અને વડોદરા ખાતે ‘ગ્લોબલ સ્પિરિચ્યુઅલ પેલેસ’ રીટ્રીટ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રપતિ આ પ્રસંગે નડિયાદમાં વિકસિત ભારત માટે યુવા : રાષ્ટ્ર નિર્માણ માટે જાગૃતિ આંતરિક શક્તિ’ અભિયાનનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે.