શાળા શિક્ષણ સુધારણા અંગેની ચર્ચા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ નવી દિલ્હીમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ સાથે બેઠક યોજી હતી,. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી જોશીએ જણાવ્યું હતું કે, શિક્ષણના પાયાને મજબૂત કરવા, વર્ગખંડોમાં નવીનતાને પ્રોત્સાહન આપવા અને શિક્ષણ પ્રણાલી યુવા અને ગતિશીલ ભારતની આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા જેવા મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.કેન્દ્રીય મંત્રીએ આગામી પરીક્ષાઓની તૈયારીની સમીક્ષા કરવા માટે ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ સાથે પણ બેઠક યોજી હતી.
Site Admin | સપ્ટેમ્બર 3, 2026 1:29 પી એમ(PM)
શાળા શિક્ષણ સુધારણા અંગેની ચર્ચા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીની સચિવ સાથે બેઠક.