વિદેશ મંત્રાલયે જણાવ્યું, નવી દિલ્હીમાં 18-મા બ્રિક્સ શિખર સંમેલનથી અલગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની બેઠક દરમિયાન ઘણા મુદ્દાઓ અંગે ચર્ચા થઈ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું, બેઠકમાં પ્રધાનમંત્રીએ ચીનના રાષ્ટ્રપ્રમુખને ભારતની ચિંતાઓ જણાવી. તેમણે કહ્યું, બંને દેશે એકબીજાની મુખ્ય ચિંતાઓ પર સંવેદનશીલતા દાખવવી જોઈએ. આવી ચિંતાઓનું પરસ્પર સન્માન, હિત અને સંવેદનશીલતાના ત્રણ સિદ્ધાંતોના આધારે સમાધાન કરવું જોઈએ.
Site Admin | સપ્ટેમ્બર 15, 2026 7:20 પી એમ(PM)
બ્રિક્સ શિખર સંમેલનથી અલગ ચીનના રાષ્ટ્રપ્રમુખ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, બંને દેશે એકબીજાની મુખ્ય ચિંતાઓ પર સંવેદનશીલતા દાખવવી જોઈએ