ઓગસ્ટ 28, 2026 2:48 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી મોદી આ રવિવારે સવારે 11 વાગ્યે “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 137-મી કડી હશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનની તમામ ચૅનલ્સ, આકાશવાણી સમાચારની વૅબસાઈટ અને મૉબાઈલ ઍપ પર કરાશે.

સાથે જ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય – PMO તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ-ટ્યૂબ ચૅનલ્સ પર પણ “મન કી બાત” કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. હિન્દી પ્રસારણ બાદ તરત જ આકાશવાણી પ્રાદેશિક ભાષાઓમાં પણ આ કાર્યક્રમનું પ્રસારણ કરશે.