સપ્ટેમ્બર 5, 2026 10:08 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ SRCCના શતાબ્દી સમારોહમાં સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ SRCCના શતાબ્દી સમારોહમાં ઉપસ્થિત રહેશે. તેઓ આ પ્રસંગે સંબોધન પણ કરશે. દિલ્હી યુનિવર્સિટીની એક કોલેજ SRCC દેશની અગ્રણી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંની એક છે. જે વાણિજ્ય, અર્થશાસ્ત્ર અને મેનેજમેન્ટના અભ્યાસક્રમો પ્રદાન કરે છે.

આ કોલેજની સ્થાપના 1926 માં ઉદ્યોગપતિ અને સમાજસેવી સર શ્રી રામ દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા સો વર્ષોમાં સંસ્થાએ અસંખ્ય વિદ્વાનો, વ્યાવસાયિકો અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપનાર પ્રતિભાઓનું સર્જન કર્યું છે.