સપ્ટેમ્બર 14, 2026 10:27 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સંમેલનને સફળ બનાવવા બદલ તમામ બ્રિક્સ સભ્ય દેશોનો આભાર વ્યક્ત કર્યો – પ્રધાનમંત્રી એ વિવિધ રાષ્ટ્રોના વડાઓ સાથે 15 દ્વિપક્ષીય બેઠકો  યોજી.

18મું બ્રિક્સ શિખર સંમેલન નવી દિલ્હીમાં પૂર્ણ થયું, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો કે બ્રિક્સની વિવિધતા જ તેની ઓળખ હોવી જોઈએ , સહયોગ તેની પ્રેરણા અને તેની પ્રગતિ માનવતાના કલ્યાણમાં યોગદાન આપનારી હોવી જોઈએ.

બે દિવસીય સંમેલનના અંતિમ દિવસે પોતાના સમાપન ભાષણમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, બ્રિક્સ ફક્ત દેશોનું જૂથ નથી પરંતુ ઉકેલોનું એક ઇકોસિસ્ટમ છે. તેમણે કહ્યું કે છેલ્લા બે દિવસમાં થયેલી ચર્ચાઓએ આ વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો છે.

શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે સંમેલનમાં અપનાવવામાં આવેલ નવી દિલ્હી જાહેરનામું એક સહિયારા દ્રષ્ટિકોણ અને ભવિષ્યના સહયોગ માટે સ્પષ્ટ દિશા પ્રદાન કરશે.