ઓગસ્ટ 31, 2026 7:57 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રીએ ભારતની 7.8 ટકાની GDP વૃદ્ધિને મહાન સિદ્ધિ ગણાવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની 7.8 ટકાની અનુકરણીય GDP વૃદ્ધિને મહાન સિદ્ધિ ગણાવી છે. ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં આ વૃદ્ધિ દર 6.9 ટકા હતો. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં, કહ્યું કે આ સિદ્ધિ પુરવઠા શૃંખલામાં વિક્ષેપો અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં દેશના લોકોની સામૂહિક શક્તિ અને સ્થિતિસ્થાપકતાને પ્રતિબિંબિત કરે છે.

દરમિયાન, કેન્દ્રીય નાણાંમંત્રી  નિર્મલા સીતારમણે કહ્યું કે, આ મજબૂત કામગીરીનો શ્રેય દેશના લોકો અને તેમની મહેનતને જાય છે. નાણાં મંત્રી એ  કહ્યું કે NDA સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સુધારાઓ, અર્થતંત્રના ચપળ સંચાલન સાથે, પરિણામો આપી રહ્યા છે.