ઓગસ્ટ 29, 2026 10:07 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત “મન કી બાત” કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગ્યે “મન કી બાત” કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થતાં માસિક રેડિયો કાર્યક્રમની આ 137મી
કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે.

હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે.

આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે.