ઓગસ્ટ 30, 2026 2:53 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ‘વિકસિત ભારત માટે નશામુક્ત યુવા’ અભિયાન દેશભરમાં વેગવંતું બન્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘વિકસિત ભારત માટે નશામુક્ત યુવા’ અભિયાન દેશભરમાં ઝડપથી ગતિ પકડી રહ્યું છે. આજે સવારે આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતા, શ્રી મોદીએ ખુશી વ્યક્ત કરી કે નશામુક્ત યુવાનો અને નશામુક્ત ભારત માટેના ધ્યેય સાથેનું અભિયાન ફક્ત ઔપચારિકતા નથી કારણ કે ઘણા લોકો, ખાસ કરીને યુવાનો મોટી સંખ્યામાં તેમાં જોડાઈ રહ્યા છે.
તેમણે કહ્યું કે, આ ભારતના યુવાનોના સ્વાસ્થ્ય, ખુશી અને ઉજ્જવળ ભવિષ્ય માટેનો સામૂહિક સંકલ્પ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, નશા સામે જાગૃતિ ફેલાવનારા અને વ્યસન સામે સંઘર્ષ કરી રહેલા વ્યક્તિઓને મદદ કરવા આગળ આવનારાઓની પ્રશંસા કરી. શ્રી મોદીએ લોકોને નશામુક્ત ભારત માટે એક શક્તિશાળી સૂત્ર અને યુવા સંગીતકારોને નશામુક્ત જીવનનો સંદેશ આપતા ગીતો બનાવવા કહ્યું.. શ્રી મોદીએ તેમને આ પ્રયાસમાં સમાજને મદદ કરવા માટે વિવિધ ભાષાઓમાં સામગ્રી બનાવવા વિનંતી કરી. તેમણે કહ્યું કે, તેઓ સામાજિક પરિવર્તન માટે તેમની સર્જનાત્મકતાનો ઉપયોગ માધ્યમ તરીકે કરી શકે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘પીએમ સ્વાનિધિ યોજના’ દ્વારા લાખો મહિલાઓ નવી શક્તિ મેળવી રહી છે, ‘પીએમ સ્વાનિધિ યોજના’ના લાભાર્થીઓમાં મહિલાઓનો હિસ્સો આશરે 46 ટકા છે. તેમણે કહ્યું કે, દેશભરમાં લગભગ 35 લાખ મહિલાઓ આ યોજના સાથે જોડાઈને તેમના વ્યવસાયોનો વિસ્તાર કરી રહી છે. શ્રી મોદીએ ગાઝિયાબાદની બબીતા શર્મા અને બેંગલુરુની ટી.એસ. નિંગામ્મા વિશે વાત કરી જેમણે આ યોજનાનો લાભ લીધો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, સ્વચ્છતામાં એક નોંધપાત્ર ગુણ છે. તેમણે કહ્યું, જ્યારે કોઈ સ્થળને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લોકોની પોતાની પ્રતિબદ્ધતા બની જાય છે, ત્યારે તે સ્થળની ઓળખ સંપૂર્ણપણે બદલી નાખે છે. શ્રી મોદીએ કહ્યું, દેશના વિવિધ ભાગોમાં સ્વચ્છતા માટેના આવા પ્રયાસો લોકોને સતત પ્રેરણા આપે છે. તેમણે ઉત્તર પ્રદેશના પટવાઈના આકાશ અને રોહનનો ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીએ શ્રી અમરનાથ યાત્રા વિશે પણ વાત કરી.

શ્રી મોદીએ કહ્યું, આજે દેશની દીકરીઓના સપનાઓની ઉડાન પૃથ્વીથી બાહ્ય અવકાશ તરફ વધી રહી છે. તેમણે કહ્યું, ભારત વિશ્વભરમાંથી આવા સપનાઓને પોષતી હજારો દીકરીઓને એકસાથે લાવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું, આ પહેલનું નામ ‘મિશન શક્તિસેટ’ છે, અને તેના દ્વારા, 108 દેશોની 12 હજાર વિદ્યાર્થીનીઓને નવીનતાના ક્ષેત્રમાં સેટેલાઇટ ટેકનોલોજી શીખવાની તક મળી રહી છે.
શ્રી મોદીએ મુંબઈના કૃષ્ણ શેષાદ્રી સાથે વાત કરી જેમણે એક અનોખી વેબસાઇટ www.bharatrajya.com બનાવી છે. વેબસાઇટમાં કોઈપણ વર્ષ પસંદ કરીને લોકો સરળતાથી શોધી શકે છે કે તે સમયે ભારતના કયા ભાગ પર કયા શાસકે શાસન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, સ્વતંત્રતા દિવસ અને રાષ્ટ્રીય અવકાશ દિવસ દરેક દેશવાસીને ગર્વથી ભરી દે છે. તેમણે કહ્યું કે, ‘હર ઘર તિરંગા’ અભિયાન આ ભાવનાને વધુ મજબૂત બનાવે છે. તેમણે ઉમેર્યું કે આ વર્ષ ‘વંદે માતરમ’ ની 150મી વર્ષગાંઠ હોવાથી વધુ ખાસ બની ગયું છે. શ્રી મોદીએ કહ્યું કે, આ વખતે આઠ કરોડથી વધુ ‘તિરંગા સેલ્ફી’ અપલોડ કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રીએ લોકોને તહેવારોની મોસમમાં ‘લોકલ ફોર લોકલ’ બનવા વિનંતી કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘લોકલ ફોર લોકલ’ બનવાનો અર્થ ફક્ત માટીના દીવા ખરીદવાનો નથી કારણ કે તેની પાછળનું વિઝન ઘણું વ્યાપક છે. તેમણે કહ્યું કે, ભારતમાં બનેલા ઉત્પાદનો પર ગર્વ લેવાથી જ ભારત આત્મનિર્ભર બનવાનો માર્ગ મોકળો થશે.