સપ્ટેમ્બર 17, 2026 8:15 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિશ્વ નવા અને વિશ્વસનીય ઉત્પાદન સ્થળો શોધી રહ્યું છે અને ભારત તે માટે પોતાને તૈયાર કરી રહ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિશ્વ નવા અને વિશ્વસનીય ઉત્પાદન સ્થળો શોધી રહ્યું છે અને ભારત આ જરૂરિયાતને પહોંચી વળવા માટે સતત પોતાને તૈયાર કરી રહ્યું છે. આજે નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે SEMICON India 2026નું ઉદ્ઘાટન કરતા, શ્રી મોદીએ ભારતને નવા વૈશ્વિક ઉત્પાદન પડકારોનો સામનો કરવા માટે એક વિશ્વસનીય સ્થળ તરીકે સ્થાન આપ્યું.

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 એ પ્રથમ તબક્કામાં આઠ અબજ અમેરિકી ડોલરથી વધારીને 13.5 અબજ અમેરિકી ડોલર કર્યું છે. તેમણે ભાર મૂક્યો હતો કે અત્યાર સુધીમાં 12 ચિપ બનાવવાના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે, આગામી તબક્કામાં તેમાં વધુ વધારો થશે.

શ્રી મોદી કહ્યું કે, ભારતમાં સંશોધન કરી રહેલા યુવા પ્રતિભાઓએ આગળ આવવું જોઈએ અને અદ્યતન ટેકનોલોજીના વિકાસમાં જોડાવું જોઈએ.

આ પ્રસંગે, કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી અને ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારત ઘણા દાયકાઓથી સેમિકન્ડક્ટર ઉદ્યોગ સ્થાપિત કરવા માંગતો હતો જેનો પાયો હવે નંખાઈ ગયો છે અને આગળનું પગલું સેમિકોન 2.0 દ્વારા ઉદ્યોગનું નિર્માણ કરવાનું છે, જેમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન, મશીનો અને સામગ્રી, મેમરી, સિલિકોન, કમ્પાઉન્ડ અને લોજિક ફેબ્રિકેશન યુનિટ્સ અને સંશોધન અને વિકાસનો સમાવેશ થાય છે.

દરમિયાન શ્રી વૈષ્ણવે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, સરકારે સેમિકન્ડક્ટર આવશ્યકતાઓને ધ્યાનમાં રાખી ભારતમાં ચિપ્સ ડિઝાઇન કરવા માટે ઓછામાં ઓછા 200 સ્ટાર્ટઅપ્સ અને કંપનીઓને ટેકો આપવાનું લક્ષ્ય રાખ્યું છે.