ઓગસ્ટ 29, 2026 10:14 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઉઝબેકિસ્તાનના પ્રવાસે – તાશ્કંદમા ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષિય વાટાઘાટો કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉઝબેકિસ્તાનના બે દિવસના પ્રવાસ માટે રવાના થશે. ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિના આમંત્રણ પર પ્રધાનમંત્રી તાશ્કંદની મુલાકાત લેશે. આ પ્રધાનમંત્રીની ઉઝબેકિસ્તાનની ચોથી મુલાકાત હશે.
પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન, શ્રી મોદી ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે રાષ્ટ્રપતિ મિર્ઝીયોયેવ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે.