પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વતંત્ર સેનાની શહિદ ભગતસિંહને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે અદમ્ય હિંમત અને બહાદુરી સાથે, ભગતસિંહે સ્વતંત્રતા ચળવળમાં નવી ઉર્જાનો સંચાર કર્યો છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શહિદ ભગતસિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયા સંદેશમાં, સંરક્ષણ મંત્રીએ કહ્યું કે નાની ઉંમરે પણ ભગતસિંહે માતૃભૂમિની સ્વતંત્રતા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.
તેમણે કહ્યું કે ભગતસિંહનું જીવન, બલિદાન અને શહીદી દેશના નાગરિકોને મજબૂત, આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારત બનાવવાના સંકલ્પને મજબૂત બનાવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત રત્ન લતા મંગેશકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે લતા મંગેશકરે તેમની દિવ્ય ગાયકી પ્રતિભાથી સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું. તેમણે એમ પણ કહ્યું કે ભારતીય સંગીતની દુનિયામાં લતા મંગેશકરનું અપ્રતિમ યોગદાન આવનારા યુગો સુધી યાદગાર રહેશે.