ઓક્ટોબર 24, 2026 11:13 એ એમ (AM)

printer

એશિયન પેરા ગેમ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન સાથે ભારતનું અભિયાન પૂર્ણ -ભારતે 30 સુવર્ણ સહિત રેકોર્ડ 114 ચંદ્રક જીત્યા

પાંચમી એશિયન પેરા ગેમ્સનું આજે સમાપન થશે. બે-બે સુવર્ણ ચંદ્રક જીતનાર ભારતીય રમતવીર નિષાદ કુમાર અને મોના અગ્રવાલ, સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક રહેશે. સમારોહ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે.

ભારતે આ ગેમ્સમાં 30 સુવર્ણ, 35 રજત,અને 49 કાંસ્ય સહિત રેકોર્ડ 114 ચંદ્રક  જીત્યા છે. ગઈકાલે ગેમ્સના અંતિમ દિવસે, ભારતીય રમતવીરોએ પેરા-બેડમિન્ટન, તીરંદાજી અને શૂટિંગમાં સુવર્ણ ચંદ્રક જીત્યા હતા.

ભારતે 2023 માં હાંગઝોઉમાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં જીતેલા 108 ચંદ્રકના તેના અગાઉના રેકોર્ડને તોડતા આ વખતે 114 ચંદ્રક જીત્યા છે.