પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ SCO ના સભ્ય દેશોને આતંકવાદી ભંડોળ, ભરતી, આતંકવાદના મૂળ અને સલામત આશ્રયસ્થાનોની સમગ્ર ઇકોસિસ્ટમને નાબૂદ કરવા અપીલ કરી છે.
ગઈકાલે બિશ્કેકમાં 26મા SCO સમિટને સંબોધતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે આતંકવાદ પર બેવડા ધોરણો માટે કોઈ જગ્યા હોઈ શકે નહીં. વિદેશ મંત્રાલયમાં સચિવ સિબી જ્યોર્જે એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ વિશ્વના વિવિધ ભાગોમાં ચાલી રહેલા સંઘર્ષો પર ચિંતા વ્યક્ત કરતાં યુદ્ધ અને સંઘર્ષ કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી – તેમ જણાવ્યું હતું.
સભ્ય દેશોના નેતાઓએ સંગઠનની 25મી વર્ષગાંઠ પર બિશ્કેક ઘોષણાપત્ર પર પણ હસ્તાક્ષર કર્યા. આ સમિટ આતંકવાદ વિરોધી, આબોહવા કાર્યવાહી, ઊર્જા, આપત્તિ વ્યવસ્થાપન અને ડિજિટલ સહયોગ સહિત 13 ચોક્કસ પરિણામો સાથે સમાપ્ત થઈ.