સપ્ટેમ્બર 1, 2026 8:01 પી એમ(PM)

printer

યુદ્ધ અને સંઘર્ષ કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી – કિર્ગીસ્તાનના બિશ્કેકમાં યોજાયેલા SCO શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નિવેદન.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિર્ગીઝ ગણરાજ્યના પાટનગર બિશ્કેકમાં યોજાયેલા શાંઘાઈ સહકાર સંગઠન – S.C.O.ના રાષ્ટ્રાધ્યક્ષોની 26-મી બેઠકમાં ભાગ લીધો. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું, ભારતે ગયા વર્ષે શાંઘાઈ સહકાર સંગઠન સભ્યતા સંવાદ મંચનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેનું પહેલું સત્ર આ વર્ષે ભારતમાં યોજાશે. આ અંગે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.

SCOના બિશ્કેક ઘોષણાપત્રમાં ભારતની પ્રાથમિકતાઓને મુખ્ય સ્થાન મળ્યું છે.

સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે, S.C.O. સંમેલનથી અલગ યોજાયેલી વિવિધ બેઠક પણ ભારત માટે લાભદાયી નીવડી. સાથે જ તેમણે આગામી 25 વર્ષ માટે SCOની યોજનાઓ અને ભવિષ્યની વ્યૂહરચના પણ રજૂ કરી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું, પ્રધાનમંત્રીનો આ પ્રવાસ ઘણો સાર્થક અને ચોક્કસ પરિણામ-વાળી રહી છે. તેનાથી આ ક્ષેત્રની સાથે ભારતના સંબંધ વધુ મજબૂત થશે.