સપ્ટેમ્બર 16, 2026 3:21 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આવતીકાલે રાજ્યભરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આવતીકાલે રાજ્યભરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે. ભાવનગરમાં પણ 623 વરિષ્ઠ નાગરિકોને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત આવતીકાલે 53 લાખ 38 હજાર રૂપિયાના ત્રણ હજાર 412 સાધન-સહાયનું નિઃશુલ્ક વિતરણ કરાશે. મહુવામાં B.A.P.S. શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાનારા કાર્યક્રમમાં કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા વિશેષ ઉપસ્થિત રહેશે.

તો, પ્રધાનમંત્રીના વતન વડનગર ખાતે આજથી બે દિવસ તેમના જન્મદિવસની ઉજવણી કરાશે. જાહેર જીવનમાં પ્રધાનમંત્રીની 25 વર્ષની સેવા અને સમર્પણ યાત્રાની ઉજવણી નિમિત્તે સરકાર દ્વારા વડનગર ખાતે વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે.