પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જળ શક્તિ મંત્રાલયના વિભાગીય શિખર સમેલનના સમાપન સત્રને સંબોધિત કરશે.
આ સંમેલન કેન્દ્ર અને રાજ્યોને એકસાથે લાવી મુખ્ય પ્રાદેશિક પ્રાથમિકતાઓ પર ચર્ચા કરશે અને સમયબદ્ધ કાર્ય યોજનાઓ વિકસાવશે.
આ સંમેલન ચાર મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે: પાણીના માળખાગત પ્રોજેક્ટ્સનું સમયસર અમલીકરણ; જળ સંચય જન ભાગીદારી, પીવાના પાણીની ટકાઉ વ્યવસ્થા, અને જલ જીવન મિશન 2.0. આ પહેલનો હેતુ રાષ્ટ્રીય લક્ષ્યો માટે સહિયારી જવાબદારીને પ્રોત્સાહન આપવાનો અને ચર્ચાઓ – શાસન અને સેવા વિતરણમાં નોંધપાત્ર સુધારા તરફ દોરી જાય તે સુનિશ્ચિત કરવાનો છે.