પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવ રાજ્યોમાં રેલ્વે, માર્ગ અને વીજળી ક્ષેત્રોમાં 30 હજાર કરોડના ખર્ચ વાળી છ મુખ્ય માળખાગત યોજનાઓની સમીક્ષા કરી. કનેક્ટિવિટીને મજબૂત બનાવવા, ઔદ્યોગિક અને આર્થિક પ્રવૃત્તિને ટેકો આપવા અને જાહેર સેવાઓમાં સુધારો કરવા માટે મહત્વપૂર્ણ આ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના ઝડપી પ્રોજેક્ટ પૂર્ણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે આધુનિક ટેકનોલોજી અને મજબૂત કેન્દ્ર-રાજ્ય સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો.
સેવા તીર્થ ખાતે પ્રગતિની 53મી બેઠકની અધ્યક્ષતા કરતા, પ્રધાનમંત્રીએ જ્યાં શક્ય હોય ત્યાં, ખાસ કરીને મુખ્ય પરિવહન અને માળખાગત પ્રોજેક્ટ્સનું આયોજન કરતી વખતે, માળખાગત સેવાઓ માટે સહિયારા કોરિડોર વિકસાવવા જણાવ્યું. તેમણે મંત્રાલયો, રાજ્યો અને અમલીકરણ એજન્સીઓને આધુનિક તકનીકો અપનાવવા અને દરેક તબક્કે ગુણવત્તા ખાતરી અને દેખરેખને મજબૂત બનાવવા હાકલ કરી. પ્રધાનમંત્રીએ ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના ઝડપી પ્રોજેક્ટ પૂર્ણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે આધુનિક ટેકનોલોજી અને મજબૂત કેન્દ્ર-રાજ્ય સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો.