વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, ભારત અને અમેરિકા તેમના આર્થિક સંબંધોમાં અપાર સંભાવનાઓ શોધી રહ્યાં છે.
અમેરિકામાં નેશનલ એસોસિએશન ઓફ મેન્યુફેક્ચરર્સ દ્વારા આયોજિત બિઝનેસ રાઉન્ડટેબલને સંબોધતા વાણિજ્ય મંત્રીએ ભારતના વિસ્તરતા ઔદ્યોગિક આધાર અને કુશળ કાર્યબળ પર પ્રકાશ પાડ્યો. શ્રી ગોયલે અમેરિકન ઉત્પાદકોને ભારતમાં રોકાણ કરવા આહ્વાન કર્યું. ભારતીય નાના અને મધ્યમ ઉદ્યોગો સાથે ભાગીદારી કરવા અને અદ્યતન ઉત્પાદનમાં સહ-રોકાણ કરવા માટે તકો શોધવા માટે પણ અમેરિકાના ઉદ્યોગોને આમંત્રણ આપ્યું.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી ગોયલે કહ્યું કે, ગાઢ સહયોગથી સુનિયોજીત સપ્લાય ચેઇન બનાવવામાં અને ભારતીય અને યુએસ બંને અર્થતંત્રો માટે મૂલ્યનું સર્જનને બળ મળશે.