કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતના જીડીપીમાં 7.8 ટકાનો વૃદ્ધિ દર હાસલ કરવામાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોની મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી. તેમણે નવી દિલ્હીમાં મુક્ત વ્યાપાર કરાર આઉટરીચ કાર્યક્રમ પર આયોજિત રાષ્ટ્રીય કાર્યશાળાની અધ્યક્ષતા કરતી વખતે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, ભારતે છેલ્લા કેટલાક મહિનામાં અનેક મુક્ત વ્યાપાર કરારો કર્યા છે.