વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આજે જાપાનની ચાર દિવસની મુલાકાતે જશે. તેઓ ટોક્યો, નાગોયા અને ઓસાકાની મુલાકાત લેશે. તેમની સાથે ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળ પણ જાપાન જઈ રહ્યું છે.
આ પ્રતિનિધિમંડળમાં 200 થી વધુ વ્યાપારી પ્રતિનિધિઓ અને ઉત્પાદન, સેમિકન્ડક્ટર, સ્વચ્છ ઉર્જા અને સ્ટીલથી લઈને ઓટોમોટિવ, નાણાકીય સેવાઓ, આરોગ્ય સંભાળ અને સ્ટાર્ટ-અપ્સ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત બંને રાષ્ટ્રો તેમની ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીમાં કેટલી મહત્વાકાંક્ષાઓ ધરાવે છે તે દર્શાવે છે.