વિદેશ મંત્રી એસ. જયશંકર આજે મોસ્કોમાં ભારત-રશિયા આંતર-સરકારી આયોગની 27મી બેઠકમાં સહઅધ્યક્ષ તરીકે ભાગ લેશે. તેઓ રશિયાના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી ડેનિસ મેન્ટુરોવ સાથે બેઠકની અધ્યક્ષતા કરશે.આ બેઠકમાં બંને દેશો વચ્ચેના વેપાર, આર્થિક, વિજ્ઞાન, ટેક્નોલોજી અને સાંસ્કૃતિક સહયોગ અંગે ચર્ચા કરવામાં આવશે.
શ્રી જયશંકર રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે પણ મુલાકાત કરશે. બંને નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ અંગે ચર્ચા કરશે.