અમદાવાદ એરપોર્ટ પરથી ભાવનગરની ડોક્ટર યુવતી 83 લાખના સોનાના જથ્થા સાથે ઝડપાઈ છે. મુસાફરે તેના હાઈ-નેક સ્વેટરની અંદર સોનાની ચેઈન છુપાવી રાખી હતી.શારજાહથી હવાઈ માર્ગે અમદાવાદ આવેલી ભાવનગરની યુવતી આ સોનું તે કોની પાસેથી અને કોના માટે લાવી હતી તે અંગે કસ્ટમ વિભાગના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મુસાફરે તેના હાઈ-નેક સ્વેટરની અંદર સોનાની ચેઈન છુપાવી રાખી હતી. 499.540 ગ્રામ વજન અને 24 કેરેટ શુદ્ધતા ધરાવતી આ સોનાની ચેઈન તેની પાસેથી મળી આવી હતી.
મુસાફરની ‘કસ્ટમ્સ એક્ટ, 1962ની સંબંધિત જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેની પ્રાથમિક પૂછપરછમાં તેણી ભાવનગરની રહેવાસી હોવાનું અને તેણી ડોક્ટર છે તેવી માહિતી બહાર આવી હતી. જોકે, બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવી હતી.