ઓગસ્ટ 24, 2026 11:58 એ એમ (AM)

printer

અમદાવાદ ખાતે સંપન્ન થયેલા FIBA UNDER-18 એશિયા કપ બાસ્કેટ બોલમાં ચીનને પરાજય આપી ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું

બાસ્કેટબોલમાં અમદાવાદ ખાતે આયોજિત FIBA-U18 એશિયા કપ – 2026ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ચીનને 89-79થી હરાવીને જીત મેળવી. હાફ ટાઇમે 44-42થી આગળ રહીને અને અંતિમ તબક્કામાં ચીનને પરાજય આપીને ઓસ્ટ્રેલિયાએ ચેમ્પિયનનો ખિતાબ જાળવી રાખ્યો.

FIBA-U18 એશિયા કપ-2026ના પરિણામે ઓસ્ટ્રેલિયા, ચીન, ન્યૂઝીલેન્ડ અને કોરિયાએ 2027માં યોજાનારા FIBA-U19 વિશ્વકપ માટે ક્વોલિફાય કર્યું છે.આ ફાઇનલ મેચમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી, અમદાવાદના મેયર હિતેશ બારોટ, સાંસદ હસમુખ પટેલ તથા બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.