અમેરિકા-કેનેડા આંતરરાષ્ટ્રીય ડેલિગેશનના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટોરોન્ટોની મુલાકાતે છે. મુખ્યમંત્રી યુનિવર્સિટી ઑફ વોટરલૂ, કેનેડા નિકલ કંપની, HGS બાયોસાયન્સ, ફેરફેક્સ અને કેનેડિયન ટાયર્સના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. TiEના સભ્યો સાથે રાઉન્ડ ટેબલ બેઠકનું પણ નેતૃત્વ કરશે.
વિવિધ બેઠકો, રાઉન્ડ ટેબલ ચર્ચાઓ અને પરસ્પર સંવાદો દ્વારા મુખ્યમંત્રી ગુજરાતની વધી રહેલી આર્થિક ક્ષમતાને રજૂ કરશે, તેમજ વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીની સંભાવનાઓ અંગે ચર્ચા કરશે. તેઓ ગુજરાતી ડાયસ્પોરાના સભ્યો સાથે સંવાદ કરશે તથા ફેડરેશન ઓફ ગુજરાત FOG અને CGI કાર્યાલય દ્વારા આયોજિત સ્વાગત સમારોહમાં ઉપસ્થિત રહેશે.