નવેમ્બર 11, 2026 9:37 એ એમ (AM)

printer

ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું ભારત આ વર્ષે નિકાસમાં 1 ટ્રિલિયન ડોલરના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા તરફ અગ્રેસર

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું, ભારત આ વર્ષે એક ટ્રિલિયન ડોલરના નિકાસ લક્ષ્યાંકને પ્રાપ્ત કરશે.

નવી દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2027 અંગેના એક કાર્યક્રમને સંબોધતા શ્રી ગોયલે જણાવ્યું કે ભારતે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં આશરે 480 અબજ ડોલરની નિકાસ કરી છે. જે  વાર્ષિક લક્ષ્યાંકના 48 ટકા છે. તેમણે કહ્યું કે ભારત ટેકનોલોજી વિકાસ અને ડિઝાઇન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવવું જોઈએ. તેમણે સ્વદેશી પ્રતિભા દ્વારા નવા ઉકેલો વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2027 અંગે શ્રી ગોયલે કહ્યું હતું કે આ કાર્યક્રમ મોબિલિટી ક્ષેત્ર સાથે સંબંધિત સમગ્ર સપ્લાય ચેઇનને એક છત નીચે લાવે છે. આવા કાર્યક્રમો વિશ્વ સમક્ષ ભારતની ક્ષમતાઓ પ્રદર્શિત કરવા માટે એક મંચ પૂરું પાડે છે.

ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2027 આવતા વર્ષે ફેબ્રુઆરીમાં નવી દિલ્હીમાં યોજાશે.