નવેમ્બર 11, 2026 9:06 એ એમ (AM)

printer

અંડર-19 એશિયા કપમાં, ભારત સંયુક્ત આરબ અમીરાતને 70 રનથી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ્યું

અંડર-19 એશિયા કપમાં, ભારત સંયુક્ત આરબ અમીરાતને 70 રનથી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ્યું છે

 ભારતે ઓમાનના અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 309 રન બનાવ્યા. યુએઈ 50 ઓવરમાં 239 રન જ કરી શકતા ભારતનો વિજય થયો. ભારતના આર્યવીર સેહવાગને 168 બોલમાં 160 રનની શાનદાર ઇનિંગ બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. હવે ગુરુવારે સેમિફાઇનલમાં ભારત અફઘાનિસ્તાન સામે ટકરાશે.