ઓક્ટોબર 5, 2026 5:38 પી એમ(PM)

printer

ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે સરદાર સરોવર યોજનાની પ્રશંસા કરી

માર્ગ અને પરિવહન મંત્રાલયની ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેવા માટે ગુજરાતના એકતાનગર ખાતે પહોંચેલા  માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે  સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. સાથે જ તેમણે રાષ્ટ્રીય ગૌરવ અને વિકાસના પ્રતીક તરીકે સ્મારક અને સરદાર સરોવર પરિયોજનાની પ્રશંસા કરી હતી.