જાપાન અને દક્ષિણ કોરિયાના પ્રવાસેથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પરત ફર્યા છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 પૂર્વે વિદેશી રોકાણ આકર્ષવા મહત્વપૂર્ણ પ્રયાસના ભાગ રૂપે તેમણે ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે જાપાન અને દક્ષિણ કોરિયાનો પ્રવાસ કર્યો હતો.
જાપાનના ઓસાકા, કોબે અને ટોક્યોની મુલાકાત દરમિયાન ઔદ્યોગિક વિકાસ અને રોકાણની તકો પર ધ્યાન કેન્દ્રિત કરાયું. દક્ષિણ કોરિયાના ડેગુ અને સિયોલમાં પણ વિવિધ બેઠકો યોજીને ગુજરાતમાં રોકાણની સંભાવનાઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 પહેલાં આંતરરાષ્ટ્રીય ઉદ્યોગો અને રોકાણકારો સાથે ગુજરાતના સંબંધો મજબૂત બનાવવાની દિશામાં પ્રવાસ દરમિયાન મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હોવાનું શ્રી સંઘવીએ જણાવ્યું હતું.