સપ્ટેમ્બર 29, 2026 4:02 પી એમ(PM)

printer

નાણા મંત્રી નિર્મળા સિતારમણે દોહામાં સાઉદી અરેબિયાના નાણામંત્રી સાથે સંરક્ષણ, સુરક્ષા, વેપાર સહિતના ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરી

ભારત અને સાઉદી અરેબિયાએ સંરક્ષણ, સુરક્ષા, વેપાર, રોકાણ, ઉર્જા, ટેકનોલોજી, આરોગ્યસંભાળ અને શિક્ષણમાં સહયોગની સમીક્ષા કરી.

દોહામાં AIIBની વાર્ષિક બેઠક દરમિયાન સાઉદી નાણામંત્રી મોહમ્મદ અલજાદાન સાથેની મુલાકાત દરમિયાન, નાણામંત્રી નિર્મળા સીતારમણે સાઉદી અરેબિયાને ભારતનો વિશ્વસનીય અને મૂલ્યવાન વ્યૂહાત્મક ભાગીદાર દેશ ગણાવ્યો. તેમણે ભારત-સાઉદી અરેબિયા દ્વિપક્ષીય રોકાણ સંધિ પર વાટાઘાટોના સફળ નિષ્કર્ષનું સ્વાગત કર્યું, જેનો હેતુ રોકાણ માટે એક મજબૂત અને વધુ અનુમાનિત માળખું પૂરું પાડવાનો છે.

શ્રીમતી સીતારમણે સ્વિટ્ઝર્લૅન્ડના AIIB ગવર્નર, રાજદૂત પીટ્રો લાઝેરી સાથે પણ મુલાકાત કરી અને NIIF અને GIFT IFSC સહિત ભારતમાં રોકાણની તકો અંગે ચર્ચા કરી.

તેમણે નેપાળના નાણામંત્રી સ્વર્ણિમ વાગલે સાથે પૂર પુનર્વસન અને દ્વિપક્ષીય પ્રોજેક્ટ્સ પર વાતચીત કરી. તેઓએ UPI-NPI ડિજિટલ ચુકવણી જોડાણના ઝડપી સંચાલન અંગે પણ ચર્ચા કરી.