ઓગસ્ટ 29, 2026 10:08 એ એમ (AM)

printer

નાણાંમંત્રી નિર્મલા સીતારામન શિકાગોમા મુખ્ય રોકાણકારો સાથે એક ગોળમેજી પરિષદ કરશે – G20 નાણામંત્રીઓની બેઠકમાં પણ ભાગ લેશે

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામન 6 દિવસની મુલાકાત માટે અમેરીકા પહોંચ્યા છે. જે દરમિયાન તેઓ G20 નાણામંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. આ ઉપરાંત ખાનગી ક્ષેત્રના અગ્રણી CEO, પ્રમુખો અને વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. આ ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં રોકાણની તકો, આર્થિક પરિદ્રશ્ય અને ભારત-અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધોને મજબૂત કરવાનો રહેશે. ત્યારબાદ તેઓ શિકાગોમાં વસતા ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ સંવાદ કરશે.

નાણાંમંત્રી નોર્થ કેરોલિનાના એશવિલે ખાતે અમેરિકાની અધ્યક્ષતામાં યોજાનારી G20 નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેન્ક ગવર્નર્સની બેઠકોમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.

31 ઓગસ્ટ અને પહેલી સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ બેઠકમાં વૈશ્વિક આર્થિક અને નાણાકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠક પૂરી થયા બાદ તેઓ ન્યૂયોર્ક જશે. ત્યાં તેઓ ન્યૂયોર્ક સ્થિત અગ્રણી કંપનીઓના CEO અને વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે રોકાણકારોની બેઠક યોજશે.