નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં ઈરાનના આર્થિક બાબતો અને નાણામંત્રી સૈયદ અલી મદીનાઝાદેહ સાથે મુલાકાત કરી. શ્રી મતી સીતારમણે બ્રિક્સ સમિટમાં ભાગ લેવા અને ફાઇનાન્સ ટ્રેકમાં ચર્ચામાં ઉત્પાદક ભાગીદારી બદલ ઈરાનનો આભાર માન્યો.
નાણામંત્રાલયે માહિતી આપી કે, બેઠક દરમિયાન બંને પક્ષોએ આર્થિક વિકાસ અને પરસ્પર હિતના ક્ષેત્રોમાં સહયોગની સંભાવનાઓ સંબંધિત મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું.