સપ્ટેમ્બર 13, 2026 1:37 પી એમ(PM)

printer

મહિલા T20 ક્રિકેટ એશિયા કપની ફાઇનલમાં ભારતનો મુકાબલો વર્તમાન ચેમ્પિયન શ્રીલંકા સામે

મહિલા T20 ક્રિકેટ એશિયા કપની ફાઇનલમાં ભારતનો મુકાબલો વર્તમાન ચેમ્પિયન શ્રીલંકા સામે થશે. દુબઈમાં રમાનારી આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે આઠ વાગે રમાશે. સેમિફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 40 રનથી હરાવ્યું.

ભારતે ગ્રુપ-Aમાં બધી મેચ જીતીને ટોચનું સ્થાન મેળવ્યું. શ્રીલંકાએ સેમિફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું. શ્રીલંકાએ પણ પોતાના ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું. શ્રીલંકાએ અગાઉ 2024માં આ ટાઇટલ જીત્યું હતું, જ્યારે ભારતે આ ટાઇટલ સાત વખત જીત્યું છે.