છત્તીસગઢના જગદલપુરમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી, NIA ની વિશેષ અદાલતે આજે ઝીરામ વેલી કેસમાં તમામ દસ દોષિતોને મૃત્યુદંડની સજા ફરમાવી છે. વિશેષ ન્યાયાધીશ અજય સિંહ રાજપૂતે આ ચુકાદો સંભળાવ્યો છે. દોષિતોને ચુકાદા સામે વડી અદાલતમાં અપીલ કરવા માટે ત્રીસ દિવસનો સમય આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે 25 મે, 2013 ના રોજ, છત્તીસગઢના બસ્તર જિલ્લાના દરભા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઝીરામ ખીણમાં માઓવાદી હુમલામાં કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ સહિત 27 લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં 35 લોકો ઘાયલ થયા હતા.