સપ્ટેમ્બર 6, 2026 8:12 પી એમ(PM)

printer

નવી દિલ્હીમાં બહુમાળી ઇમારત ધરાશાયી : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગોવા મુલાકાત રદ કરી દિલ્હી પરત ફર્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ઇમારત ધરાશાયી થવાની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી શાહે કહ્યું કે તેમણે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, દિલ્હી પોલીસ કમિશનર અને NDRFના ડિરેક્ટર જનરલ સાથે વાત કરી છે અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે.

ગૃહમંત્રીએ ઉમેર્યું કે સ્થાનિક વહીવટીતંત્ર અને NDRF નજીકના સંકલનમાં સઘન બચાવ કામગીરી ચલાવી રહ્યા છે અને ઘાયલોને તમામ જરૂરી તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

તેમણે તમામ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી.