ઓગસ્ટ 28, 2026 2:20 પી એમ(PM)

printer

નેપાળ-તિબેટમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 392 થયો – 1 હજાર 468 લોકો ગુમ

નેપાળ-તિબેટમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 392 થયો છે, જ્યારે સરહદની બંને બાજુ 1,468 લોકો ગુમ છે. નેપાળમાં 910 લોકો જ્યારે તિબેટના 558 લોકો ગુમ છે. નેપાળી સુરક્ષા કર્મચારીઓએ અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 800 થી વધુ લોકોને ઉગાર્યા છે.

આ આપત્તિને કારણે ભારત દ્વારા મોટાપાયે બચાવ કાર્ય શરૂ થયું છે, વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે નેપાળમાં 290 ભારતીય નાગરિકોનો સંપર્ક થઈ શક્યો નથી. ગુમ થયેલા ભારતીયોમાં વિવિધ રાજ્યોના હાઇડ્રોપાવર કામદારો અને પ્રવાસી જૂથોનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયે ટ્રેસિંગ અને સ્થળાંતરના પ્રયાસોમાં મદદ કરવા માટે 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ પણ સ્થાપિત કર્યો છે. ભારતે અત્યાર સુધીમાં 84 નાગરિકોને બચાવ્યા છે.