ઓગસ્ટ 28, 2026 10:56 એ એમ (AM)

printer

નેપાળ પૂર હોનારતમાં ફસાયેલા ગુજરાતના લોકોની માહિતી માટે રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇ નંબર જાહેર કરાયો

પડોશી દેશ નેપાળમાં અચાનક સર્જાયેલી પૂરની ગંભીર સ્થિતિ અને કટોકટીને પગલે ત્યાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે.

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે જણાવ્યું હતું કે ગુમ થયેલા 18 ગુજરાતના પ્રવાસીઓમાં અમદાવાદ, આણંદ, રાજકોટ, વલસાડ, સુરત, ખેડા, અમરેલી, ગાંધીનગર અને વડોદરા જિલ્લાના પ્રવાસીઓનો
સમાવેશ થાય છે. જે પરિવારોએ તંત્રનો સંપર્ક કર્યો છે, તેમની વિગતોના આધારે વહીવટી તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તેમણે ઉમેર્યુ હતું કે તમામ જિલ્લાઓમાં હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પણ હેલ્પલાઈન નંબરો કાર્યરત કરવામાં આવ્યા છે, જેના પર કોઈ પણ નાગરિક મદદ માટે સંપર્ક કરી શકે છે.