ઓગસ્ટ 28, 2026 11:11 એ એમ (AM)

printer

ભાઇ બહેનના નિઃસ્વાર્થ પ્રેમના પ્રતિક સમા રક્ષાબંધન પર્વની ઉમંગ સાથે ઉજવણી

ભાઇ બહેનના અતૂટ અને અપાર અને નિસ્વાર્થ સ્નેહના પ્રતિક સમા રક્ષાબંધનના પર્વની આજે ઉજવણી થઇ રહી છે. બહેનો ભાઇના કાંડાઓ ઉપર રક્ષાકવચ રૂપી રાખડી બાંધીને તેની ઉમંગ અને આનંદપૂર્વક ઉજવણી કરી રહ્યાં છે. 

ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ સ્ટેશનની ‘શી ટીમ’ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. ડેરોલ સ્થિત ‘આપણું ઘર વૃદ્ધાશ્રમ’ની મુલાકાત લઈ મહિલા પોલીસકર્મીઓએ વડીલોને રાખડી બાંધી, કુમકુમ તિલક કરી મીઠાઈ ખવડાવી હતી.

વડીલો સાથે સમય વિતાવી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. પોલીસની આ લાગણીસભર પહેલથી વડીલો ભાવુક બન્યા હતા. 

પંચમહાલના કાલોલમાં એમ.એમ. ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની એન.એસ.એસ. વિભાગની વિદ્યાર્થીનીઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસ જવાનોને રાખડી બાંધી

રક્ષાબંધનની ઉજવણી કરી હતી. વિદ્યાર્થીનીઓએ પોલીસ જવાનોના દીર્ઘાયુ અને સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી.

સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં મહિલા દર્દીઓએ ડોક્ટરોને રાખડી બાંધી