ઓગસ્ટ 28, 2026 12:15 પી એમ(PM)

printer

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી અમેરિકાની છ દિવસની મુલાકાતે જશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી અમેરિકાના છ દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ શિકાગો, એશવિલે અને ન્યૂયોર્કની મુલાકાત લેશે.

શિકાગોમાં શ્રીમતી સીતારમણ અગ્રણી રોકાણકારો સાથે ગોળમેજી બેઠક કરશે અને ખાનગી ક્ષેત્રના અગ્રણી સીઈઓ, અધ્યક્ષો અને વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. આ બેઠકોમાં ભારતમાં રોકાણની તકો, આર્થિક દૃષ્ટિકોણ અને ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અને રોકાણ ભાગીદારીને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવશે.

નાણામંત્રી શિકાગો યુનિવર્સિટી ખાતે પોલ્સ્કી સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ ઇનોવેશનની મુલાકાત લેશે. નાણામંત્રી શિકાગોમાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે.

શ્રીમતી સીતારમણની અધ્યક્ષતામાં G20 સભ્ય દેશોના નાણામંત્રીઓ, કેન્દ્રીય બેંક ગવર્નરો અને વરિષ્ઠ આર્થિક અધિકારીઓ સાથેની બેઠકમાં વૈશ્વિક આર્થિક અને નાણાકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠક 31 ઓગસ્ટ અને પહેલી સપ્ટેમ્બરના રોજ યોજાશે.

ત્યારબાદ ન્યૂયોર્કમાં શ્રીમતી સીતારમણ અગ્રણી કંપનીઓના સીઈઓ અને વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે રોકાણકાર ગોળમેજી બેઠકમાં ભાગ લેશે. 25 ઓગસ્ટથી શરૂ થયેલી કેનેડાની તેમની મુલાકાત બાદ નાણામંત્રી હવે અમેરિકાની છ દિવસની મુલાકાતે છે. આ મુલાકાત આવતા મહિનાની બીજી તારીખે પૂર્ણ થશે.