ઓગસ્ટ 28, 2026 11:47 એ એમ (AM)

printer

ભારતે નેપાળમાં પૂરની દુર્ઘટનાને કારણે ફસાયેલા ભારતીય નાગરિકોને શોધવા અને બચાવવા માટે પ્રયાસો ઝડપી બનાવ્યા

ભારતે નેપાળમાં પૂરની દુર્ઘટનાને કારણે ફસાયેલા ભારતીય નાગરિકોને શોધવા અને બચાવવા માટે પ્રયાસો ઝડપી બનાવ્યા છે. નેપાળમાં આવેલા ભયંકર પૂરમાં મૃત્યુઆંક 389 પર પહોંચી ગયો છે. અધિકારીઓ 290 ભારતીયો સહિત હજારો ગુમ થયેલા લોકોને શોધવા માટે પ્રયાસો કરી રહ્યા છે. તિબેટ અને નેપાળના અધિકારીઓએ પંદરસોથી વધુ લોકો ગુમ થયાની જાણ કરી છે, જેમાંથી ઘણા વિદેશી છે. અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે 300 થી વધુ દેશોના લોકો ગુમ છે.

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે નેપાળમાં અત્યાર સુધીમાં 84 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં ત્રિશુલી-1 પ્રોજેક્ટના 63 કામદારો તેમજ તમિલનાડુના 21 લોકોનો સમાવેશ થાય છે. મંત્રાલયે કહ્યું કે 290 ભારતીયો સાથે હજુ સુધી સંપર્ક સ્થાપિત થયો નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં રહી પરિસ્થિત પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. અને નેપાળને જરૂરી તમામ માનવતાવાદી સહાય કરવામાં આવી રહી છે.