ઓગસ્ટ 28, 2026 10:18 એ એમ (AM)

printer

લોકદરબારમાં બોપલ, ઘૂમા અને શેલાના વિસ્તારોમાં વરસાદી પાણી ન ભરાય તે માટે સરકાર દ્વારા આયોજન કરાયું હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં લોક દરબાર યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને મેયર હિતેશ બારોટની હાજરીમા બોપલ- ઘુમા, શેલા અને આસપાસના વિસ્તારના લોકોના પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરી રીતે લાવવો તેનુ મનોમંથન કરાયું હતું. 

લોકોની રજૂઆતો સાંભળીને યોગ્ય ઉકેલ લાવી જનસુવિધા અને માળખાકીય સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવા શ્રી શાહે બાહેંધરી આપી હતી. અને કહ્યુ હતું કે ભવિષ્યમાં ભારે વરસાદમાં પણ આ વિસ્તારમાં પાણી ન ભરાય તે માટે વરસાદી પાણીના નિકાલ માટે ટાઈમ-બાઉન્ડ આયોજન હાથ ધરવામાં આવ્યું છે