ઓગસ્ટ 27, 2026 9:01 એ એમ (AM)

printer

નેપાળમાં સર્જાયેલી સ્થિતીમાં ગુજરાતના પ્રવાસીઓ સુરક્ષિત સહાય માટે વિદેશ મંત્રાલય અને જિલ્લા તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર

નેપાળમાં ભારે વરસાદના કારણે અચાનક સર્જાયેલી ભારે પૂરની પરિસ્થિતિ વચ્ચે ત્યાં પ્રવાસે ગયેલા તમામ ગુજરાતી મુસાફરો સલામત હોવાનું જણાવાયું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્ત નાગરિકોને જરૂરી સહાય, માર્ગદર્શન અને માહિતી મળી રહે તે માટે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે.

જરૂરિયાતમંદ નાગરિકો +977 985 131 6807 અથવા +977 970 910 7500 નંબર પર સંપર્ક કરી શકે છે. આ બંને ઇમરજન્સી નંબરો પર વોટ્સએપ મારફતે પણ સંપર્ક કરવાની સુવિધા ઉપલબ્ધ છે.

દરમિયાન, રાજકોટ, સુરેન્દ્રનગર તેમજ વાવ-થરાદ જિલ્લા તંત્ર દ્વારા નાગરિકો અને તેમના પરિવારજનોને કોઈપણ પ્રકારની તાત્કાલિક મદદની જરૂર હોય તો ઉપરોક્ત હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા તંત્ર દ્વારા નેપાળમાં રહેલા ગુજરાતીઓની સલામતી અંગે જરૂરી માહિતી મેળવવા અને જરૂરિયાત મુજબ સહાય પહોંચાડવા માટે સંકલન કરવામાં આવી રહ્યું છે. નાગરિકોને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સતર્ક રહેવા અને તાત્કાલિક જરૂરિયાત હોય ત્યારે હેલ્પલાઇનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.