ઓગસ્ટ 27, 2026 8:55 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે સવારે અમરેલીના દૂધાળા ખાતે ગુજરાત ગૌરવ સરોવરનુ લોકાર્પણ કરશે.. બપોરે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ અઁતર્ગત આજે સવારે અમરેલી જિલ્લાની મુલાકાતે જશે. લાઠી તાલુકાના દુધાળા ગામે આવેલ ‘હેતની હવેલી’ ખાતે પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા દ્વારા નિર્માણ પામેલા ભવ્ય ‘ગુજરાત ગૌરવ સરોવર’નું ભવ્ય લોકાર્પણ ગૃહમંત્રીના હસ્તે થશે.

પદ્મશ્રી સવજી ધોળકીયાના ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા આ સરોવરનું નિર્માણ કરાયું છે. ગામમાં સૌર ઉર્જા, જળ સંચય અને સંરક્ષણ માટે ઉદાહરણરૂપ કામગીરી કરવામાં આવી છે. આ ગામમાં વિના મૂલ્યે વીજળી અપાઇ રહી છે.

ત્યારબાદ અમદાવાદના શાહીબાગ સ્થિત સર્કિટ હાઉસ એનેક્સી ખાતે આગામી ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની આયોજનલક્ષી તૈયારીઓની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. સાંજે શ્રી શાહ ગુજરાત વિદ્યાપીઠના ૭૨મા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે અને વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. આ ઉપરાંત શ્રી શાહ થલતેજ ખાતે યોજાનાર આરવી પટેલ ફાર્મા ઇનોવા એવોર્ડ સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે અને બોપલ ખાતે યોજાનાર લોકદરબારમાં નાગરિકો સાથે સંવાદ કરશે.