ઓગસ્ટ 27, 2026 8:29 એ એમ (AM)

printer

અમદાવાદ એરપોર્ટ પરથી અલગ અલગ ફ્લાઇટમાં આવેલા મુસાફરો પાસેથી 49 લાખથી વધુનું સોનુ ઝડપાયુ

અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી કરતાં ત્રણ કેસો કસ્ટમ વિભાગે ઝડપ્યાં છે. આ ત્રણે કેસમાં 49 લાખથી વધુ સોનાના દાગીના જપ્ત કરાયાં છે. ગઇકાલે વહેલી સવારે વિદેશથી આવેલ જુદી જુદી આવેલી ફલાઇટમાં ત્રણ કેસો પકડી પાડવામાં આવ્યા હતા. આ ત્રણ કેસોમાં બે મહિલા મુસાફર તથા એક દંપતી સોનાના દાગીના સાથે ઝડપાયું હતું. એરપોર્ટ પર અબુ ધાબીથી અમદાવાદ આવતી એતિહાદ એરવેઝની ફ્લાઇટ દ્વારા આવેલી એક મહિલા મુસાફરને અટકાવવામાં આવી હતી.

તપાસ દરમિયાન, તેણીની પાસેથી 24 કેરેટ સોનાની 16 લાખ કરતાં વધુની 2 સોનાની ચેઈન મળી આવી હતી. બીજા કિસ્સામાં શારજાહથી અમદાવાદ આવતી એર અરેબિયાની ફ્લાઇટમાં આવેલા એક દંપતી પાસેથી 23 લાખથી વધુની 4 સોનાની બંગડીઓ અને 2 સોનાની ચેઈન મળી આવી હતી, જ્યારે ત્રીજા કેસમાં કુવૈત એરવેઝની ફ્લાઇટ દ્વારા આવેલી એક મહિલા મુસાફર પાસેથી નવ લાખની 1 સોનાનો નેકલેસ, 2 કાનની બુટ્ટી, 1 વીંટી અને પેન્ડન્ટ સાથેની 1 ચેઈન મળી આવી હતી, અમદાવાદના વિભાગ કસ્ટમ્સ વિભાગે આ તમામ સામે કેસ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.