સપ્ટેમ્બર 4, 2026 1:33 પી એમ(PM)

printer

નેપાળ પૂરમાં મૃત્યુઆંક વધીને 1,282 થયો – હોનારતના 10 દિવસ બાદ ત્રિશુલી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ટનલમાંથી બે લોકોને બચાવાયા.

નેપાળ- પૂરમાં મૃત્યુઆંક વધીને 1 હજાર 282 થયો છે.

નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર ગઈકાલે સાંજ સુધીમાં 5 હજાર 53 લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે.

બચાવ કામગીરી દરમિયાન ત્રિશુલી 3A હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ખાતે એક ટનલમાંથી બે લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. ભોટેકોશીમાં અચાનક પૂર આવ્યા પછી તેઓ 10 દિવસથી ટનલમાં ફસાયેલા હતા. બચાવકર્તાઓએ ટનલની અંદરથી અવાજો સાંભળ્યા અને ફસાયેલા લોકો સાથે વાત કરી, જેના કારણે કામગીરી શરૂ થઈ. કટોકટી ટીમોએ અત્યાર સુધીમાં 12 હજારથી વધુ લોકોને બચાવ્યા છે.